/connect-gujarat/media/media_files/2025/02/21/ztH5Z5dK7FPaqdgkXirm.jpg)
વિમાન દુર્ઘટના બાદ હવે અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના બની છે. અમેરિકાના ઇડાહોમાં એક હેલિકોપ્ટર થીજી ગયેલા જળાશય પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, અને અન્ય એક ઘાયલ થયો હતો.
વિમાન દુર્ઘટના બાદ હવે અમેરિકામાં હેલિકોપ્ટર દુર્ઘટના બની છે. અમેરિકાના ઇડાહોમાં એક હેલિકોપ્ટર થીજી ગયેલા જળાશય પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, અને અન્ય એક ઘાયલ થયો છે. બોનેવિલે કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, પ્રથમ બચાવકર્તા સ્નોમોબાઇલ દ્વારા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં હેલિકોપ્ટરની અંદર 2 લોકો મળી આવ્યા હતા.
આમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય વ્યક્તિ ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ફેડરલ એવિએશન એસોસિએશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરવામાં આવી છે. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં એક વીજળીનો તાર તૂટી ગયેલો જોવા મળ્યો હતો, અને હાલ અકસ્માતની તપાસ ચાલી રહી છે.