/connect-gujarat/media/post_banners/f8350013c3cf6b658772a4368098a57c962eed48a80b56d96b221d20416ec49c.webp)
માલદીવની સૈન્ય શક્તિ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝુએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આપણે એવી પરિસ્થિતિમાં આવી જઈશું જેમાં કોઈ વિદેશી સૈનિક દેશમાં હાજર નહીં હોય. ભારતીય સેનાનો ઉલ્લેખ કર્યા વિના મુઈઝુએ માલદીવમાં હાજર 88 ભારતીય સૈનિકો તરફ ઈશારો કરતા આ વાત કહી. આ સૈનિકો એવિએશન સેક્ટરમાં માલદીવને સપોર્ટ કરવા માટે માલદીવમાં છે.
ચીન તરફ ઝુકાવ ધરાવતા મુઈઝુ ભારતીય સૈનિકોને દેશની બહાર મોકલવાનું વચન આપીને ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા. આ કારણે તે પહેલા દિવસથી જ માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત મોકલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સંદર્ભમાં ભારત સાથે વાતચીત ચાલી રહી છે અને સૈનિકો પાછા હટાવવા અંગે પણ સમજૂતી થઈ છે.
પોતાના ભારત વિરોધી વલણ પર અડગ રહેલા મુઈઝુનું આ નિવેદન એ જાહેરાત બાદ આવ્યું છે જેમાં તેણે દરિયાઈ સર્વેક્ષણની ક્ષમતા વિકસાવીને ટાપુ દેશને પોતાના દમ પર સુરક્ષિત કરવાની વાત કરી હતી. માલદીવની અગાઉની સરકારે દરિયાઈ સર્વે માટે ભારત સાથે કરાર કર્યો હતો. મુઈઝુએ પણ આ કરાર રદ કરવાનો સંકેત આપ્યો છે.