નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અને ડઝનેક લોકો ગાયબ થયા છે. પોલીસે જણાવ્યુ કે નેપાળ માં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 28 લોકો લાપતા છે. પોલીસે જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. આ પહેલા રવિવારે પણ નેપાલમાં એક વ્યજાતિનું મોત થયું હતું તે જ સમયે પૂર અને ભૂસ્ખલનના કારણે 25 લોકો લાપતા થયા હતા. જિલ્લા પોલીસે જણાવ્યુ કે રવિવારે એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તેઓ ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંચથરમાં પૂરને કારણે ઓછામાં ઓછા 5 લોકો ગુમ થયા હતા. જ્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ સંપર્ક બંધ થઈ ગ્યો હતો. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે રવિવારે સવારે અધિકારીઓને શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ તેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
નેપાળ: હવે નેપાળમાં આવી મોટી આફત, ભૂસ્ખલન થતાં 5 લોકોના મોત, 28 લોકો લાપતા
નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
New Update