Connect Gujarat
દુનિયા

ઉત્તર આફ્રિકા : ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર બોટ પલટી મારી જતાં 4 લોકોના મોત, 51 લોકો લાપતા......

ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર એક અપ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં ચાર લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે.

ઉત્તર આફ્રિકા : ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર બોટ પલટી મારી જતાં 4 લોકોના મોત, 51 લોકો લાપતા......
X

ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર એક અપ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં ચાર લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જોકે હજુ સુધી 51થી વધુ લોકો ગુમ છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે બોટ પર સવાર તમામ અપ્રવાસીઓ સબ-સહારા આફ્રિકાથી હતા. આવી ઘટના પહેલીવાર નથી બની. માર્ચ મહિનામાં પણ આવી ઘટનાઓમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા હતા. ઉત્તર આફ્રિકાના દેશોમાં આ વર્ષે ઘણાં લોકો પલાયન કરતાં જોવા મળી રરહ્યા છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો બોટની મદદથી મુસાફરી કરી રહ્યા છે અને તેના કારણે જ બોટ ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. દેશના ગૃહમંત્રીએ જુલાઈમાં જણાવ્યું હતું કે ટ્યુનિશિયાના કોસ્ટ ગાર્ડે આ વર્ષે 1 જાન્યુઆરીથી 20 જુલાઈ સુધીમાં તેના દરિયાકાંઠેથી ડૂબી ગયેલા અપ્રવાસીઓના 901 મૃતદેહો રિકવર કર્યા હતા. 16 જુલાઈએ ટ્યુનિશિયા અને યુરોપિયન યુનિયને એક વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઉત્તર આફ્રિકી દેશોથી યુરોપ માટે આવનારી બોટમાં ઝડપી વધારો થવાને લીધે માનવ તસ્કરોનો મુકાબલો કરવા અને સરહદોને કડક બનાવાવાનું સામેલ હતું. યુરોપમાં સારા જીવનની આશામાં આફ્રિકા અને મધ્યપૂર્વમાં ગરીબી અને સંઘર્ષમાં જીવી રહેલા લોકો માટે મુખ્ય પ્રસ્થાન બિંદુ તરીકે ટ્યુનિશિયાએ હવે લીબિયાનું સ્થાન લઈ લીધું છે.

Next Story