Connect Gujarat
દુનિયા

ઓપરેશન ગંગા: હજુ પણ યુક્રેનમાં ફસાયા છે આટલા ભારતીયો

'ઓપરેશન ગંગા' હજુ શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હાલમાં યુદ્ધની સ્થિતિ જ છે,

ઓપરેશન ગંગા: હજુ પણ યુક્રેનમાં ફસાયા છે આટલા ભારતીયો
X

રશિયા-યુક્રેન યુદ્ધમાં 15થી 20 ભારતીયો હજુ પણ યુક્રેનમાં અટવાયેલા છે. ત્યારે વિદેશ મંત્રાલયે ગુરુવારનાં રોજ જણાવ્યું કે, 'જે ભારતીયો ત્યાંથી બહાર નીકળવા માંગે છે તેઓને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે.' આ બાબતે મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ઓપરેશન ગંગા' હજુ શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હાલમાં યુદ્ધની સ્થિતિ જ છે, પરંતુ જે લોકો બહાર આવવા માંગે છે તેમને બહાર કાઢવાનું કામ અમે ચાલુ રાખીશું.

બાગચીએ કહ્યું કે, "ત્રણ દિવસ પહેલાં ત્યાં અંદાજે 50 ભારતીયો હતાં. અમારું અનુમાન છે કે, 15થી 20 લોકો કે જે દેશ (યુક્રેન) છોડવા માંગે છે. કેટલાંક એવાં પણ છે કે જેઓ હવે બહાર આવવા નથી માંગતા. ત્યારે શક્ય તેટલી મદદ અમે કરી રહ્યાં છે. જણાવી દઇએ કે, 22,500 ભારતીયોને યુક્રેનમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને કેટલાંક લોકો હજુ પણ ત્યાં છે અને આ એક ઉભરતી પરિસ્થિતિ છે. અમે ત્યાં રહેલા તમામ ભારતીયોના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ શક્ય તમામ મદદ કરી રહ્યું છે."

Next Story