Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પાસે બોમ્બ બ્લાસ્ટ, 2 બાળકોના મોત.. !

બલૂચિસ્તાન પ્રાંતમાં પોલીસ સ્ટેશન નજીક રિમોટ-કંટ્રોલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં બે બાળકોના મોત થયા છે.

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પાસે બોમ્બ બ્લાસ્ટ, 2 બાળકોના મોત.. !
X

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પોલીસ સ્ટેશન નજીક રિમોટ-કંટ્રોલ બોમ્બથી વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં બે બાળકોના મોત થયા છે. આ ઘટના શનિવારે પ્રાંતના બોલાન જિલ્લાના માચ વિસ્તારમાં બની હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બ જેલ રોડ પર પોલીસ સ્ટેશનની પાછળ એક વાહનની નીચે છુપાવવામાં આવ્યો હતો. "બોમ્બને દૂરથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પસાર થઈ રહેલા 10 અને 12 વર્ષના બે બાળકો વિસ્ફોટમાં મોત થયા છે. ," જયારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

વધુમાં તેમને જણાવ્યું હતું કે મોટાભાગના પોલીસકર્મીઓ રાઉન્ડ ડ્યુટી પર હતા, તેથી પોલીસ સ્ટેશનમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ તેની પાછળની દિવાલને નુકસાન થયું હતું. વિસ્ફોટમાં ઘાયલ અન્ય ચાર લોકોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

Next Story