Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનઃ ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે આ કેસમાં સંભળાવી સજા

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

પાકિસ્તાનઃ ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે આ કેસમાં સંભળાવી સજા
X

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને કહ્યું કે પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાન અને પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીને સાઇફર કેસમાં 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને સાઇફર કેસમાં 10-10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને આ નિર્ણય આપ્યો છે.

Next Story