/connect-gujarat/media/media_files/2025/01/29/YyWk1VQ2mDVdKvUbLoe0.jpg)
દક્ષિણ કોરિયાના બુસાનમાં ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે 10:30 વાગ્યે એક પેસેન્જર પ્લેનમાં આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી યોનહાપના જણાવ્યા અનુસાર પ્લેનમાંથી લોકોને બહાર કાઢતી વખતે ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સામાન્ય ઈજા થઈ છે.અધિકારીઓએ જણાવ્યું કે હોંગકોંગ જઈ રહેલા એર બુસાન પ્લેનમાં 169 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર હતા.
આગની માહિતી મળતાં તેઓને ઈમરજન્સી માર્ગે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હતી. આ પછી તે બાકીના વિસ્તારમાં ફેલાઈ ગયો.દક્ષિણ કોરિયામાં એક મહિનામાં આ બીજું પ્લેન ક્રેશ છે. 29 ડિસેમ્બરે બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર 181 મુસાફરો અને ક્રૂમાંથી 179ના અકસ્માતમાં મોત થયા હતા. ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર બે જ બચ્યા હતા.