Connect Gujarat
દુનિયા

નેપાળમાં “પ્લેન” ક્રેશ : કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાન પહાડ સાથે ટકરાતાં 72 લોકોના મોત...!

નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.

X

નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાં સવાર 72 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પ્લેનમાં પ્લેનમાં સવાર બધાજ મુશાફરોનાં મોતથી નેપાળમાં 1 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે સાથેજ આવતી કાલે જાહેર રજા રાખવામાં આવી છે.

નેપાળમાં કાઠમંડૂથી પોખરા જઈ રહેલું એરક્રાફ્ટ ઊડાન ભરતાં જ એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. તેમાં 68 મુસાફરો અને કેપ્ટન કમલ કેસીના નેતૃત્વમાં ચાર ક્રૂ મેમ્બર હતા. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર મળી 72 લોકો પ્લેનમાં સવાર હતા જેમાંથી તમામે તમામનાં મોત નિપજ્યાં છે જેમાંથી પાંચ ભારતીય હોવાનું જોણવા મળ્યું છે. કંપનીના પ્રવક્તા સુદર્શન બરતૌલાનું કહેવું છે કે, પોખરા પ્લેન ક્રેશને કારણે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ અકસ્માત કાસ્કી જિલ્લાના પોખરા ખાતે જૂના એરપોર્ટ અને પોખરા એરપોર્ટ વચ્ચે થયો હતો. પ્લેન ટેકરી સાથે અથડાયું અને ખાડામાં પડ્યું. પોખરા એરપોર્ટ કાઠમંડુથી 200 કિમી દૂર છે. પ્રાથમિક જાણકારી અનુસાર ખરાબ હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું કહેવાય છે.

Next Story