વડાપ્રધાન મોદી કઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે

સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે. સાથેજ આ સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

Kazan BRICS Summit
New Update

રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છેજેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીય વાદને મજબૂત બનાવવાની થીમ પર આયોજિત સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

બ્રિક્સમાં બ્રાઝિલરશિયાભારતચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાઈરાનઈથોપિયાઈજીપ્તઆર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.આ સંમેલનમાં અનેક દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત અને બેઠકો પણ યોજાવાની છે. આ સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે.

ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદીને રશિયા આવવા માટે આમંત્રણ આપ્યું હતું.હવે જ્યારે બ્રિક્સ સંમેલન યોજાવાનું છે,ત્યારે આ અવસર નિમિત્તે PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે પણ મુલાકાત થશે.

#Narendra Modi #pmo india #BRICS Summit #Kazan BRICS Summit #બ્રિક્સ સંમેલન
Here are a few more articles:
Read the Next Article