વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વભરમાં ડંકો, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વભરમાં ડંકો, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
New Update

ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોચનું સ્થાન મળ્યું છે. અમેરિકા સ્થિતિ કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન છઠ્ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે છે. આ વખતે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ચોથું સ્થાન મળ્યું છે. તેમને 53 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તો ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. આ વખતે પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

જાણો ક્યા દેશના નેતાને કેટલા ટકા રેટિંગ મળ્યા?

- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી - 78

- સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ - 62

- મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ ઓબ્રાડોર - 62

- ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ - 53

- ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની - 49

- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન - 42

- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો - 39

- જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ - 34

- બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક - 33

- જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા - 31

- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન - 25

#ગ્લોબલ લીડર એપ્રુવલ #Narendra Modi #global leader approval rating #PM NarendraModi #pmo india #Morning Consult' #મોર્નિંગ કન્સલ્ટ'
Here are a few more articles:
Read the Next Article