નેપાળમાં GEN-Zના હિંસક આંદોલન બાદ ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ દેખાવ, આંદોલનકારીઓએ માર્ગો પર આગચંપી-તોડફોડ કરી

સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ફ્રેન્ચ પ્રમુખ  ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા લોકો પેરિસના રસ્તા પર ઉતરી ગયા

New Update
Franch Protest

નેપાળ બાદ હવે ફ્રાંસમાં પણ સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ફ્રેન્ચ પ્રમુખ  ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા લોકો પેરિસના રસ્તા પર ઉતરી ગયા છે.

આ દરમિયાન દેખાવકારોએ અનેક સ્થળે આગચંપી અને તોડફોડ કરી હતીજેથી પોલીસે 200થી વધુ લોકોની ધરપકડ કરીને આંદોલન શાંત પાડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. દેખાવકારોનું કહેવું છે કેઆ સરકારે સામાન્ય લોકોનું જીવન સ્તર સુધારવા કોઈ જ કામ નથી કર્યું. સરકારનું ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પણ અત્યંત ખરાબ છે.

Latest Stories