રશિયા જતું એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં ક્રેશ, DGCAએ કન્ફર્મ કર્યું કે ભારતીય પ્લેન નથી..!

રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે.

New Update
રશિયા જતું એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં ક્રેશ, DGCAએ કન્ફર્મ કર્યું કે ભારતીય પ્લેન નથી..!

રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે. DGCA અધિકારીએ પુષ્ટિ કરી છે કે તે ભારતીય વિમાન નથી. મળતી માહિતી મુજબ, વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેન બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને જીબાક જિલ્લામાં તોપખાના પર્વતોમાં ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટ નાના કદનું એરક્રાફ્ટ હતું અને મોરોક્કનનું રજીસ્ટર્ડ નાનું એરક્રાફ્ટ હતું.

પ્રારંભિક માહિતી આપતાં અફઘાન મીડિયાએ માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન છે. જોકે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પુષ્ટિ કરી હતી કે ક્રેશ થયેલું પ્લેન ભારતીય ન હતું.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, યુએસ એવિએશન અધિકારીઓનું કહેવું છે કે ત્યાં એક રશિયન રજિસ્ટર્ડ પ્લેન હતું, જેમાં છ લોકો હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, તે શનિવારે સાંજે અફઘાનિસ્તાનના રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો. આ પ્લેન ભારતથી મોસ્કો વાયા ઉઝબેકિસ્તાન માટે ચાર્ટર ફ્લાઇટ હતું.

Latest Stories