રશિયાએ ખેરસોનમાં કર્યું અંધાધૂંધ ફાઇરિંગ, નવજાત બાળક સહિત 7 લોકોના મોત....

આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે.

New Update
રશિયાએ ખેરસોનમાં કર્યું અંધાધૂંધ ફાઇરિંગ, નવજાત બાળક સહિત 7 લોકોના મોત....

રશિયા અને યુક્રેન વચ્ચે 18 મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે. આ દરમિયાન ખેરસોનમાં રશિયાના ગોળીબારમાં એક નવજાત સહિત સાત લોકોએ જીવ ગુમાવી દીધા હતા. ખેરસોન ક્ષેત્રના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે અહીં હુમલામાં 23 દિવસના બાળક અને તેના 12 વર્ષના ભાઈ સાથે તેના માતા-પિતા માર્યા ગયા હતા. તેમણે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આજે ખેરસોનથી મળેલા અહેવાલો ખરેખર હચમચાવી મૂકે તેવા હતા. એક 23 દિવસની નવજાત સોફિયા, તેનો 12 વર્ષનો ભાઈ આર્ટેમ અને તેમના માતા પિતા રશિયાના ગોળીબારમાં માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે સ્ટેનિસ્લાવ ગામમાં એક ખ્રિસ્તી ધર્મગુરુ સહિત બે લોકો માર્યા ગયા હતા. છેલ્લા 24 કલાકમાં ખાર્કિવના કુપિયાંસ્કમાંથી 36 બાળકો સહિત 111 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Latest Stories