ચીન સરહદ નજીક રશિયાનું પ્લેન ક્રેશ, તમામ મુસાફરોના મોતની આશંકા

આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ રડાર પર ગાયબ થયા હોવાની ઘટના સામે આવી હતી.

New Update
WhatsApp Image 2025-07-24 at 3.16.33 PM

વિશ્વમાં ફ્લાઈટ સાથે બનતી દુર્ઘટનામાં ઉત્તરોતર વઘારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી દુર્ઘટના વધુ પ્રકાશમાં આવી રહી છે.

આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ રડાર પર ગાયબ થયા હોવાની ઘટના સામે આવી હતી.

જ્યારે હવે આ વિમાન ક્રેશ થયા હવોના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોગાણું જોગ અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશ પણ ગુરુવારે જ થયું હતું. જેમાં ફ્લાઈટમાં સવાર 241 મુસાફર સહિત 30 સ્થાનિક લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે ગુરુવારે જ રશિયાના વિમાનના ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ફ્લાઈટ ક્રેશમાં પણ તમામ મુસાફરોના મૃત્યુ થયા હોવાની આશંકા છે

અનિલ એંગારા એરલાઈન્સનું An-24 વિમાન, જેમાં 40 યાત્રીઓ (5 બાળકો સહિત) અને 6 ક્રૂ સભ્યો સવાર હતા, ટિંડા એરપોર્ટ નજીક રડાર પરથી ગાયબ થયું હતું. વિમાને 570 કિલોમીટરની ઉડાન પૂર્ણ કરી હતી, પરંતુ ટિંડા એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો. બીજા લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો.

ઉલ્લેખનીય છે કે, આ વિમાન ખાબારોવ્સ્કથી બ્લાગોવેશ્ચેન્સ્ક થઈ ટિંડા શહેર જઈ રહ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, વિમાનનો મલબો અમૂર વિસ્તારમાં મળી આવ્યો છે. સ્થાનિક આપાતકાલીન વિભાગે જણાવ્યું કે વિમાન આખરી સુરક્ષા ચેકપોઈન્ટ પહેલાં ગાયબ થયું હતું. જે બાદ ફ્લાઈટનો દુર્ઘટનાગ્રસ્ત હાલતમાં મલબો મળી આવ્યો છે.

અમૂર પ્રદેશ, જે ચીનની સરહદ નજીક આવેલો છે, તેની ભૌગોલિક અને હવામાનની સ્થિતિઓ પડકારજનક છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હવામાનની ખરાબ સ્થિતિ અને તકનીકી ખામીઓ દુર્ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવે છે, જોકે ચોકક્સ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 50 મુસાફરો સવાર હતા. જ્યારે હાલ સુધીમાં દુર્ઘટનામાં થયેલા મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી.

આ દુર્ઘટનાએ રશિયાના ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા અને જૂના વિમાનોના ઉપયોગ અંગે ચર્ચા ઉભી કરી છે. An-24 જેવા વિમાનો દૂરના વિસ્તારોમાં હજુ પણ વપરાય છે, પરંતુ આવી ઘટનાઓ આધુનિકીકરણની જરૂરિયાત દર્શાવે છે. બચાવ ટીમો વિમાનના મલબા અને યાત્રીઓની શોધમાં સતત કામ કરી રહી છે. આગામી કલાકોમાં વધુ માહિતી મળવાની આશા છે, જે દુર્ઘટનાના કારણો અને પરિણામોને સ્પષ્ટ કરશે.

Plane crash | China | Russia | World

Latest Stories