Connect Gujarat
દુનિયા

સાબરકાંઠા : કમોસમી વરસાદની વકીએ ધરતીપુત્રોની ચિંતા વધારી, પાકને નુકશાન જવાની ભીતિ..!

ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું

X

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પુનઃ એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદની વકીને લઈને ખેતીમાં નુકશાન જવાની ભીતી સાથે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠા જીલ્લામાં સતત ચોથી વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અગાઉ ત્રણ વખત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. હાલના સમયમાં પાકના સારા વિકાસ માટે પુરતા પ્રમાણમાં ઠંડીની જરૂર પડતી હોય છે.

પરંતુ હવે ચોથી વખત કમોસમી વરસાદ વરસે તો, વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. જેના કારણે પાકમાં જીવાત અને ઇયળના ઉપદ્રવથી ખેડૂતો ચીંતીત બન્યા છે. જોકે, ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારની દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઈયળનો ઉપદ્રવ ઘટતો જ નથી. અહી યોગ્ય વાતાવરણ ન રહેતા જીરુ, વરિયાળી, ચણા, બટાકા, ઘઉ અને શાકભાજી પાકમાં નુકશાનના ડરે ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરાંત પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળી શકે તેમ નથી. ઘઉ કાળા પડી જવા, બટાકા અને ચણામાં ફુગ, શાકભાજી, ઘઉ અને રાયડો પવનથી પડી જવા સહિતની વિવિધ સમસ્યાઓને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Next Story