અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૩૪ લોકોના મોત

હિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.

New Update
અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૩૪ લોકોના મોત

એક તરફ દુનિયાભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો બીજી તરફ અમેરિકામાં ખતરનાક બરફ પડી રહ્યો છે જેણે હાહાકાર મચાવી દીધો છે. મળી રહેલા સમાચાર અનુસાર અમેરિકામાં બરફનું તોફાન ના કારણે અલગ-અલગ જગ્યાએ 34 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં વાવાઝોડા એ દેશના મોટા ભાગના વિસ્તારને હિમવર્ષા અને તેજ પવનથી ઢાંકી દીધા છે. આ વાવાઝોડામાં વધુ લોકોના મોત થવાની આશંકા છે. હિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.

અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ખતરનાક ઠંડા તાપમાને રવિવારે ક્રિસમસ ડે માં જેમ વિનાશ વેર્યો હતો. આ તોફાનમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. સેંકડો ઘરો અને વ્યવસાયની વીજળી ગુલ થઈ ગઈ છે. હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી છે. લોકોને ઓછામાં ઓછું એકવાર પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે. સફેદ દાનવ સતત તેનો કહેર વરસાવી રહ્યો છે. જેના કારણે ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. હાલમાં પૂર્વોત્તર અમેરિકામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અહીં 60 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

જેના કારણે લોકો કામ વિના ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. આ સફેદ તોફાનના કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. વળી આ આંકડો સવારે 26 પર હતો. ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ જામ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને વીજ લાઈન ને પણ નુકસાન થયું છે. વાવાઝોડાએ કેનેડા નજીકના ગ્રેટ લેક્સ થી મેક્સિકો સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીના વિશાળ વિસ્તાર અસર કરી છે. નેશનલ વેધર સર્વિસ જણાવ્યું હતું કે લગભગ 60 ટકા યુ.એસ.ની વસ્તી હવામાન સલાહ અથવા ચેતવણી હેઠળ હતી, અને રોકી પર્વતોની પૂર્વની એપાલાચિયન સુધીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ ગયું છે..

Latest Stories