અમેરિકામાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે જેના કારણે લોકો પરેશાન છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે બરફના તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાને કારણે 6 કરોડ લોકો પ્રભાવિત થશે, તેથી ઘણી જગ્યાએ તાપમાન -18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હાલ અમેરિકામાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. દરમિયાન, હવામાન વિભાગે અમેરિકનોને સાવચેત રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બરફનું તોફાન આવી રહ્યું છે. જેના કારણે અમેરિકાના 1,300 માઈલ વિસ્તારમાં ભારે હિમવર્ષા, ખતરનાક હિમવર્ષા, વરસાદ અને ભારે તોફાન થવાની સંભાવના છે.
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ સફેદ વાવાઝોડાને કારણે સમગ્ર અમેરિકામાં લગભગ 55 મિલિયન લોકો પ્રભાવિત થશે. જેની સીધી અસર જોવા મળશે. દેશના ઉત્તર-પશ્ચિમમાં રોકી પર્વતોમાં સ્થિત મોન્ટાનાથી મેરીલેન્ડ, ડેલાવેર અને વર્જિનિયાના દરિયાકાંઠાના રાજ્યોમાં શિયાળુ તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાને કારણે રસ્તાઓ પર ભારે બરફ જામી શકે છે, આ સિવાય વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ડુલ થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
બરફના તોફાનના કારણે જનજીવન તદ્દન ખોરવાઈ જશે. આ સાથે લોકોને કડકડતી ઠંડીનો પણ સામનો કરવો પડશે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન -18 ડિગ્રી સુધી જઈ શકે છે.
આ સિવાય રવિવારે કેન્સાસથી મિઝોરી અને ઓહિયો સુધી 12 ઇંચ (33 સેમી) સુધી હિમવર્ષા થવાની ધારણા છે. કેટલાક સ્થળો માટે, NWS અનુસાર, આ એક દાયકા કરતાં વધુ સમયની સૌથી ભારે હિમવર્ષા હોઈ શકે છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં 5 ઈંચ કે તેથી વધુ હિમવર્ષા થઈ શકે છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ સુધી હિમવર્ષા થવાની સંભાવના છે. આમાં કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે જે હજુ પણ ડિસેમ્બરના ઘાતક વાવાઝોડામાંથી બહાર આવી રહ્યા છે.
હવામાન વિભાગના એલર્ટ બાદ હવે ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ સાથે લોકોને હવામાન અંગે ચેતવણી આપવામાં આવી છે અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગવર્નર એન્ડી બેશિયરે એક બેઠકમાં કહ્યું કે વાવાઝોડાની આપણા રસ્તાઓ પર વધુ અસર પડશે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ખરાબ હવામાનને કારણે પાવર કટ થઈ શકે છે.