Connect Gujarat
દુનિયા

કોસ્ટા રિકા અને પનામામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

મધ્ય અમેરિકન દેશો કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી

કોસ્ટા રિકા અને પનામામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ
X

મધ્ય અમેરિકન દેશો કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, કોસ્ટા રિકાની રાજધાની સેન જોસમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર 31 કિમીની ઉંડાઈ પર હતું. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મંગળવારે પનામાના દરિયાકાંઠે 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ભૂકંપનું કેન્દ્ર ચિરીકી પ્રાંતમાં બોકા ચિકાથી લગભગ 72 કિમી દક્ષિણમાં હતું, પડોશી કોસ્ટા રિકાની રાજધાની સેન જોસમાં પણ આંચકા અનુભવાયા હતા. નેશનલ ઈમરજન્સી કમિશને કહ્યું કે કોસ્ટા રિકામાં પણ ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પનામામાં ભૂકંપના આંચકાના કારણે એક સ્થાનિક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી જમીન પર પડી ગયો હતો. તેનો વીડિયો ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો છે. મેદાનમાં વાઇબ્રેશન અને સ્ટેડિયમની લાઇટ જતી રહેવાને કારણે રમત બંધ કરવી પડી હતી. યુએસજીએસ અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઇએ હતું. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી.

Next Story