/connect-gujarat/media/post_banners/db04fb5804db5de3ac94addc220742cd541fc37f6d2eb6a59cb62bbaa08d7a23.webp)
આજે સવારે નેપાળ-ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, આ ઉપરાંત બિહારના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલ કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. આજે વહેલી સવારે 7.27 કલાકે નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની માપવામાં આવી છે. હાલ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી. બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું છે.