New Update
/connect-gujarat/media/media_files/2024/12/17/TiKgozufdUupRXlNJ0yC.jpg)
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હુમલો કરનાર કિશોર એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલનો જ વિદ્યાર્થી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, તેણે શા કારણથી ગોળીબાર કર્યો એ વિશે કોઈ જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં હુમલો કરનાર વિદ્યાર્થી સહિત અન્ય એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષકનું મોત થયું છે.યુ.એસ.માં બંદૂક નિયંત્રણ અને શાળા સલામતી મુખ્ય રાજકીય અને સામાજિક મુદ્દા બની ગયા છે જ્યાં તાજેતરના વર્ષોમાં શાળામાં ગોળીબારની સંખ્યામાં વધારો થયો છે.
Latest Stories