Connect Gujarat
દુનિયા

તાલિબાને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ચીન અને પાકિસ્તાન સહિત 6 દેશને મોકલ્યું આમંત્રણ

તાલિબાને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ચીન અને પાકિસ્તાન સહિત 6 દેશને મોકલ્યું આમંત્રણ
X

અફઘાનિસ્તાનમાં તાલિબાન ખૂબજ જલ્દી સરકાર બનાવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાન દ્વારા હવે રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. અને તેઓ કાબુલમાં સરકાર ગઠન કરતા પહેલા મોટા સમારોહની તૈયારી કરી રહ્યા છે.

આ સમારોહમાં શામેલ થવા માટે ચીન અને પાકિસ્તાન સહિત 6 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તાલિબાનને જે દેશોને આમંત્રણ આપ્યું છે તેમા તુર્કી, કતર, રશિયા અને ઈરાન પણ શામેલ છે. આપને જણાવી દઈએ કે તાલિબાને બધાજ દેશોને આમંત્રણ ત્યારે મોકલ્યું છે જ્યારે તેણે એવો દાવો કર્યો કે તેણે પંજશીર પર પણ કબ્જો મેળવી લીઘો છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદેનિવેદન આપ્યું છે તે તેમણે પંજશીરમાં કબ્જો મેળવી લીધો છે.

સંગઠનના નેતા હૈબતુલ્લાહ અખુંદજાદા અફઘાનિસ્તાનમાં સુપ્રિમ લીડર હશે. જ્યારે બીજા નંબરે મુલ્લા બરાદર રહેશે જે રાષ્ટ્રપતિ બનશે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈને પણ તાલિબાનની સરકારનો હિસ્સો બનવાના છે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે જ્યા સુધી તાલિબાન સરકાર નહી બનાવે ત્યા સુધી કોઈ પણ મુદ્દે સ્પષ્ટ ન કહી શકાય. ત્યારે તાલિબાન તેની સરકાર કેવી રીતે બનાવાની છે તેને લઈને વિશ્વના બધા દેશોની હાલ તેમના પર નજર છે.

Next Story