ગ્રીસથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જ્યારે 85થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના ગ્રીક શહેરો થેસાલોનિકી અને લારિસા વચ્ચે થઈ હતી.
માહિતી અનુસાર મોડી રાત્રે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો. જેના કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્રણ બોગીમાં આગ લાગી હતી. પેસેન્જર ટ્રેનમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 85થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 25ની હાલત નાજુક છે.
#BREAKING: Deaths and injuries reported after passenger train collided with cargo train in Tempi, northern Greecepic.twitter.com/A9O6mkIhHg
— I.E.N. (@BreakingIEN) February 28, 2023
એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે બનેલી આ ઘટના પછીના કેટલાય વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાહત કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 'કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા'. ત્રણ બોગીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 85 ઘાયલ છે.