નેપાળમાં 5.0 તીવ્રતાના ભૂકંપથી ધરા ધણધણી, ઉત્તર ભારતના શહેરમાં પણ અનુભવાયા આંચકા

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

author-image
By Connect Gujarat Desk
New Update
Nepal Earthquqke

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 7:52 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ નેપાળમાં 20 કિલોમીટરની ઊંડાઈએ હતું.

લખનૌ અને ઉત્તરાખંડના પિથોરાગઢમાં 7.52 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પિથોરાગઢમાં પણ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના તાલેંગાઉ નજીક હતું. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી.. 

Latest Stories