Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં PM પદને લઈને ટ્વિસ્ટ, ઈમરાન ખાનની પાર્ટીએ ઓમર અયુબને વડાપ્રધાન પદના માટે જાહેર..!

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

પાકિસ્તાનમાં PM પદને લઈને ટ્વિસ્ટ, ઈમરાન ખાનની પાર્ટીએ ઓમર અયુબને વડાપ્રધાન પદના માટે જાહેર..!
X

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાને એક મોટું પગલું ભર્યું છે. તેમણે ઓમર અયુબને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણીમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN)એ પીએમ પદ માટે શાહબાઝ શરીફનું નામ આગળ કર્યું છે.

પાર્ટીના નેતા અસદ કૈસરે આ મામલે અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાન સાથે ચર્ચા કરી છે. અસદ કૈસરે કહ્યું કે પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ વડાપ્રધાન પદ માટે પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈમરાન 8 ફેબ્રુઆરીએ યોજાયેલ ચૂંટણીમાં ધાંધલધમાલ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ અભિયાનની તારીખ પણ જાહેર કરશે.

પીપીપી અને પીએમએલએન સાથે મળીને સરકાર બનાવશે

બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ PMLNને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે તેમની પાર્ટીને જનાદેશ મળ્યો નથી, તેથી તે પીએમ પદનો દાવો નહીં કરે. બિલાવલે કહ્યું હતું કે તેમની પાર્ટી PMLN સરકારને સમર્થન આપશે, પરંતુ તેમાં જોડાશે નહીં.

Next Story