બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની બહાર એક-પછી એક બે બોમ્બ ધડાકા થતાં અફરાતફરી મચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બ્રાઝિલમાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની બહાર સ્થિત એક સ્ટેચ્યુ પર બોમ્બ ફેંક્યો હતો. પરંતુ તે બોમ્બ પાછો ઉછળીને તેની પાસે જ આવતાં તેમાં તેનું મોત થયુ હતું. આ સિવાય અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમજ સંસદના પાર્કિંગમાં પણ બોમ્બ ધડાકો થયો હતો.
બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે જણાવ્યા પ્રમાણે સેશન પૂર્ણ થયા બાદ સાંજે લગભગ સાડા સાત વાગ્યે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ બોમ્બ ધડાકો થતાં જ કોર્ટમાં હાજર ન્યાયાધીશો, કર્મચારીઓ અને તમામ લોકો તુરંત કોર્ટ માંથી બહાર નીકળી ગયા હતા.
બ્રાઝિલના લેફ્ટન્ટ ગવર્નર સેલિનો લિયોએ જણાવ્યું હતું કે, સંદિગ્ધે પહેલાં સંસદના પાર્કિંગમાં એક કાર હુમલો કર્યો હતો. પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્પીકર આર્થર લીરા અનુસાર, લીઓએ આ હુમલા બાદ જોખમોથી બચવા માટે ગુરૂવારે સંસદનું બપોરનું સેશન રદ કરવાની સલાહ આપી હતી. જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી.