અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટૈરિફ લગાવવા મક્કમ,એપ્રિલથી લાગુ થઈ શકે છે નવો નિયમ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે ભારત અમેરિકા પાસેથી 100% થી વધુ ટૈરિફ વસૂલે છે અને હવે અમેરિકા પણ ભારત વિરુદ્ધ એ જ પ્રકારનુ પગલુ ઉઠાવશે.

New Update
Donald Trump

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી પોતાના નિવેદનોથી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ વખતે નિશાના પર ભારત છે. ટ્રમ્પે એલાન કર્યુ છે કે ભારત અમેરિકા પાસેથી 100% થી વધુ ટૈરિફ વસૂલે છે અને હવે અમેરિકા પણ ભારત વિરુદ્ધ એ જ પ્રકારનુ પગલુ ઉઠાવશે. એટલે કે 2 એપ્રિલ 2025થી ભારત પર પણ 100% ટૈરિફ લગાવવામાં આવશે. આ સાથે જ તેમણે પાકિસ્તાનના વખાણ કરતા તેનો આભાર કહ્યુ.

Advertisment

ટ્રમ્પે આ વાત અમેરિકી સંસદના જોઈંટ સેશનમાં પોતાના લાંબા ભાષણ દરમિયાન કહી હતી. આ ભાષણ 1 કલાક 44 મિનિટ સુધી ચાલુ જે તેમને છેલ્લા કાર્યકાળના 1 કલાકના ભાષણથી ખૂબ લાંબુ હતુ. ભાષણની શરૂઆત તેમણે 'અમેરિકા ઈઝ બૈકએટલે કે 'અમેરિકા નો સમય પાછો આવી ગયો છેના નારા સાથે કરી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમના નવા કાર્યકાળના 43 દિવસમાં તેમણે એ કરી બતાવ્યુ જે અનેક સરકારોએ પોતાના 4 થી 8 વર્ષના કાર્યકાળમાં પણ ન કરી શકી. 

ટ્રમ્પનુ કહેવુ છે કે ભારત અમેરિકી સામાનો પર ભારે ટૈરિફ લગાવે છે,જેનાથી અમેરિકી અર્થવ્યવસ્થાને નુકશાન થાય છે. હવે તેઓ 'જૈસે કો તૈસાની નીતી અપનાવવા જઈ રહ્યા છે.  જેનો મતલભ છે કે ભારતથી આવનારા સામાનો પર પણ અમેરિકા 100% સુધી ટૈરિફ લાગી શકે છે.  આ પગલુ બંને દેશોના વ્યાપારિક સંબંધોને પ્રભાવિત કરી શકે છે.

ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે 2021માં અફગાનિસ્તાનમાં થયેલા  એક આતંકી હુમલામાં 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા. આ હુમલાના જવાબદાર આતંકવાદીઓને પકડવામાં પાકિસ્તાન સરકારે અમેરિકાની મદદ કરી હતી. ટ્રમ્પે આને એક સકારાત્મક પગલું બતાવવા પાકિસ્તાનનો આભાર માન્યો હતો.

Advertisment