400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું અમેરિકાનું ટેન્શન

ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે.

New Update
trumppp

ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે.

જેની પાછળનું કારણ 400 કિગ્રા યુરેનિયમ ભંડાર છે. અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ બ્લાસ્ટ બાદ 400 કિગ્રા યુરેનિયન ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. 10 પરમાણુ હથિયાર બનાવવા પર્યાપ્ત યુરેનિયમ અંતે ક્યાં ગયું તેની કોઈ જાણકારી મળી રહી નથી. આ ગુમ યુરેનિયમ 60 ટકા શુદ્ધ છે. 

પરમાણુ હથિયાર બનાવવા માટે તેને 90 ટકા સુધી શુદ્ધ કરવાની જરૂર પડે છે. આ 400 કિગ્રા યુરેનિયમનો ઈરાન નવા પરમાણુ કરાર મુદ્દે ફરી અમેરિકા સાથે વાતચીત શરૂ કર્યા બાદ ઉપયોગ કરે તેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. 

ઈરાનના હુમલાના થોડા દિવસ પહેલાં જ યુરેનિયમ સ્ટોકપાઈલની સાથે સાથે અમુક ઉપકરણોને એક ગુપ્ત સ્થળે ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. આ દાવો ઈઝરાયલના અધિકારીઓએ કર્યો છે. અમેરિકાના હુમલા પહેલાની સેટેલાઈટ તસવીરમાં ફોર્ડો ન્યૂક્લિયર પ્લાન્ટની બહાર 16 ટ્રક દેખાઈ હતી. તેની મદદથી ઉપકરણો ટ્રાન્સફર કરાયા હોવાની આશંકા છે. 

ફોર્ડો ન્યૂક્લિયર પ્લાન્ટ એક પહાડની અંદર બનેલો છે. જેથી મોટાભાગની મિસાઈલો માટે અભેદ્ય છે. ઈઝરાયલે અમેરિકાને પોતાના બી-2 ફાઈટર જેટ વડે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાતા જીબીયુ-37 બોમ્બ બ્લાસ્ટ કરવા કહ્યું હતું. અને અમેરિકાએ રવિવારે આ બોમ્બ વડે હુમલો કર્યો હતો.

અમેરિકાએ ફોર્ડો, નતાંજ, અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય પ્લાન્ટને મોટાપાયે નુકસાન થયુ હતું. પરંતુ ફોર્ડો પ્લાન્ટના બાગરથી ટ્રક ગાયબ હતાં.

હજી સ્પષ્ટતા થઈ નથી કે, આ ટ્રકોમાં શું લઈ જવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકા અને ઈઝરાયલે દાવો કર્યો છે કે, આ ટ્રકની મદદથી યુરેનિયમ સ્ટોકપાઈલ અને ઉપકરણોને ઈરાનની જૂની રાજધાની ઈસ્ફહાન પાસે સ્થિત અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સાઈટમાં ટ્રાન્સફર કર્યા હશે.