ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જૂથને હચમચાવી નાખનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર મોટી ચેતવણી આપી છે.
જોવાનું એ રહે છે કે આ વખતે તેમનું નિશાન કોણ હશે? હિંડનબર્ગ રિસર્ચે 10 ઓગસ્ટની સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી. આમાં તેણે લખ્યું છે કે, ‘ભારત માટે ટૂંક સમયમાં કંઈક મોટું થશે.’ ત્યાર બાદ એવી અટકળો ચાલી રહી છે કે હિંડનબર્ગ ફરી એક મોટો રિપોર્ટ આપવા જઈ રહ્યું છે.
24 જાન્યુઆરી 2023 એ ભારતના ઈતિહાસમાં એવી તારીખ છે જેણે દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને હચમચાવી નાખ્યા હતા. તે જ દિવસે એક અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. અને માત્ર અદાણી ગ્રુપની કંપનીઓના શેર જ નહીં પરંતુ સમગ્ર શેરબજાર હચમચી ગયું હતું. હવે આ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એકવાર ભારતને લઈને મોટી ચેતવણી આપી છે.