Connect Gujarat
દુનિયા

બરફની ચાદરથી ઢંકાયું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ સુંદર તસવીરો..!

ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બરફની ચાદરથી ઢંકાયું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ સુંદર તસવીરો..!
X

ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ છે. આ ભવ્ય મંદિર 19મી સદીના હિન્દુ આધ્યાત્મિક નેતા ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ મહામંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું અને 5 ઓક્ટોબર, 2023ના રોજ મહંત સ્વામી મહારાજ અને મહાનુભાવોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

શિયાળાની ઋતુમાં અહીં હિમવર્ષા થાય છે. જે બાદ હિન્દુ મંદિર, BAPS સ્વામિનારાયણ અક્ષરધામની સુંદર તસવીરો સામે આવી છે. શિયાળાની ઋતુમાં મંદિર પર પડેલો બરફ ખૂબ જ સુંદર લાગે છે. આ મંદિરનું નિર્માણ હિન્દુ ધાર્મિક અને સામાજિક સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવ્યું હતું. BAPS વિશ્વભરમાં 1,000 થી વધુ મંદિરો ધરાવે છે, જેમાં ભારતના અન્ય બે અક્ષરધામ મંદિરોનો સમાવેશ થાય છે.

મંદિર પરિસરમાં દૂર દૂર સુધી બરફ દેખાઈ રહ્યો છે. રોબિન્સવિલેમાં આવેલ અક્ષરધામ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 10,000 થી વધુ શિલ્પો અને કોતરણીઓ છે. મુખ્ય મંદિર 18મી અને 19મી સદીમાં રહેતા હિન્દુ દેવતા ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કાર્ય વર્ષ 2015માં શરૂ થયું હતું. મંદિરની અન્ય વિશેષતાઓમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટીમીડિયા થિયેટર અને હેરિટેજ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. મંદિરમાં એક વિશાળ બગીચો પણ છે જેમાં વિવિધ પ્રકારના છોડ અને ફૂલો છે.

Next Story