Connect Gujarat
દુનિયા

ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગયેલ ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ 6 દિવસે સમુદ્રમાંથી મળ્યો, માનવ અવશેષોના ટુકડા પણ મળી આવ્યા

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા માટે ગયેલી ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો.

ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગયેલ ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ 6 દિવસે સમુદ્રમાંથી મળ્યો, માનવ અવશેષોના ટુકડા પણ મળી આવ્યા
X

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા માટે ગયેલી ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો. આ કાટમાળ ઘણા ટુકડાઓમાં મળી આવ્યો છે. તેને કેનેડાના સેન્ટ જોન્સ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. 18 જૂનના રોજ આ કેપ્સ્યૂલ એટલાન્ટિક મહાસાગરમાં 12000 ફૂટ નીચે ગઈ હતી. જે બાદ તે ગુમ થઈ ગઈ હતી. ચાર દિવસ બાદ 22 જૂને તેનો કાટમાળ ટાઇટેનિક જહાજથી 1600 મીટર દૂરથી મળી આવ્યો હતો. તેમાં 4 પ્રવાસીઓ અને એક પાયલોટ હતા. યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું છે કે કેપ્સ્યૂલના કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીબીસીના જણાવ્યા અનુસાર કેપ્સ્યૂલના કાટમાળમાંથી લેન્ડિંગ ફ્રેમ, રિયર કવર સહિત 5 ભાગો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે કેપ્સ્યૂલનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઈટેનિક જહાજ પાસે પડેલો છે. તેને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. કેપ્સ્યૂલના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે તેમાં શા માટે વિસ્ફોટ થયો હતો.

Next Story