/connect-gujarat/media/media_files/2025/05/13/hcU3vOOzJlE4XrnxgsE3.jpg)
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ભારત દ્વારા શરૂ કરાયેલા અભિયાનથી બાંગ્લાદેશમાં ખળભળાટ મચી ગયો છે. યુનુસ સરકારે ભારતના આ કડક વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને નવી દિલ્હી પાસેથી મદદ માંગી છે. યુનુસ સરકાર ભારતની તાજેતરની કાર્યવાહીથી નારાજ છે અને તેમની પાસે અપીલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
જ્યારથી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની કમાન સંભાળી છે, ત્યારથી ભારત સાથેના તેના સંબંધો બગડી રહ્યા છે.
ભારત સામે બાંગ્લાદેશના વલણથી નવી દિલ્હી નિરાશ થયું છે. તાજેતરમાં ભારત સરકાર સમગ્ર ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધીને પાછા મોકલવામાં આવી રહ્યા છે. ભારતના આ પગલાથી યુનુસ સરકાર ગભરાઈ ગઈ છે અને નવી દિલ્હી સમક્ષ વિનંતી કરવાનું શરૂ કરી દીધું છે.
જ્યારથી ભારત સરકારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ભારતમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું છે. ત્યારથી યુનુસ સરકાર ચિંતિત છે. આ કાર્યવાહી બાદ, બાંગ્લાદેશે નવી દિલ્હીને એક રાજદ્વારી નોંધ મોકલી છે. જેમાં બાંગ્લાદેશીઓને આ રીતે મોકલવાનો વિરોધ કરવામાં આવ્યો છે અને ભારત સરકારને આવું ન કરવા અપીલ કરવામાં આવી છે.
ભારતીય પક્ષે 7 અને 8 મેના રોજ સરહદ પર ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મુક્ત કર્યા બાદ બાંગ્લાદેશે રાજદ્વારી નોંધ મોકલી હતી. જોકે, એવા અહેવાલો છે કે ખાગરાછરી જિલ્લાની સરહદ પર 200 થી 300 લોકો એકઠા થયા છે. 9 મેના રોજ, સુંદરવનના દૂરના મંદારબારિયા ચારમાં BSF દ્વારા તેમાંથી 78 લોકોને જહાજ પર ચઢાવવામાં આવ્યા.
ભારતની કાર્યવાહી બાદ, સોમવારે સચિવાલયમાં ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આલમ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાગી રહેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અશરફઉઝમાન સિદ્દીકી આ બેઠકમાં હાજર હતા.