યુનાઈટેડ આરબ અમીરાતમાં અબુધાબી એરપોર્ટ નજીક ડ્રોન એટેક થયો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.UAEમાં અધિકારીઓએ અબુધાબીમાં વિસ્ફોટ અને આગ લગાડવાની વાત કરી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે ડ્રોન એટેક હોય શકે છે.અબુધાબી પોલીસે કહ્યું કે મુસાફા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓઈલના 3 ટેન્કર્સની પાસે વિસ્ફોટ થયો. જે બાદ અબુધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના કન્સ્ટ્રક્શન સાઈટમાં પણ આગ લાગી. આ પહેલાં આ સ્થળે ડ્રોન જોવા મળ્યા હતા. ખાલિસ્તાની અલગતાવાદીઓએ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપતાં કહ્યું કે તેઓને PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે તપાસ નહીં કરવા દઈએ. વકીલોને રેકોર્ડેડ કોલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાથી દૂર રહો. આ પહેલાં પણ વકીલોને આ પ્રકારના કોલ આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે ઈન્દુ મલ્હોત્રાની આગેવાનીમાં એક ઈન્કવાયરી કમિટીનું ગઠન કર્યું હતું.