New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/ank-jci-fan-fer-01.jpg)
અંકલેશ્વર JCI દ્વારા 16માં પાંચ દિવસીય ટ્રેડ એન્ડ ફનફેરનો પ્રારંભ ડી.એ. આનંદપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જેસી ઝોન પ્રેસિડન્ટ હિરેન શાહ, શુભશ્રી પીગ્મેન્ટના કંપની ડિરેક્ટર ગીતાબેન શ્રીવત્સન, પટેલ કોનવુડ કંપનીનાં ચેરમેન છગનભાઇ પટેલ, JCI અંકલેશ્વર પ્રમુખ હેમલ પંચાલ તેમજ જેસી પૂર્વ સભ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ દિવસ સુધી ચાલનારા ફનફેર માં વિવિધ સ્પર્ધા, સામાજિક કર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કાર્યક્રમ થકી ઉભા થતા ફંડ થી JCI દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે. જેને લઇ પ્રતિવર્ષ યોજાતા ફનફેર કમ ટ્રેડ ફેરમાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે.
Latest Stories