અંકલેશ્વરમાં વાહન ચાલકો મુશ્કેલીમાં
નેશનલ હાઇવે પર કટ બંધ કરાયો
મોટાલી પાટીયા નજીકનો કટ બંધ
વાહન ચાલકોને મુશ્કેલી
વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
અંકલેશ્વર નજીક NH-48 પર મોટાલી અને સારંગપુર ગામને જોડતો કટ બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર મોટાલી અને સારંગપુરને જોડતા માર્ગ વચ્ચેનો કટ બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કટ બંધ થવાને કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનો જીવના જોખમે હાઇવે પાર કરવા મજબૂર બન્યા છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કટ બંધ કરી દેવામાં આવતાં રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોને હાઇવે પર દોડતાં વાહનો વચ્ચે રસ્તો ઓળંગવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, હાઇવે પરથી પસાર થતાં મોટાં વાહનો પણ આ સ્થળેથી પસાર થતાં હોવાથી અકસ્માતની સંભાવના વધી ગઈ છે.આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પણ અરજીઓ કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.કટ બંધ થવાથી ઊભી થયેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરી લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ અથવા અંડર પાસનું નિર્માણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
