/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/11-2.jpg)
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના આર.પી.એફના જવાને કીમ ફાટક પર 2 મહિલાને બચવાતો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો. 17મી ઓગસ્ટના રોજ સવારના અરસામાં અંકલેશ્વર તરફ ગુડ્સ ટ્રેન આવી રહી હતી. તે દરમિયાન બે મહિલાઓ બંધ ફાટક ક્રોસ કરી રહી હતી આર.પી.એફની વડોદરા ડિવિઝન કચેરી ખાતે કોન્સેબલનું સન્માન કરવામા આવ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર અંકલેશ્વર રેલ્વે આર.પી.એફ કચેરી ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિન્દ્ર કુમાર 17 મી ઓગસ્ટના રોજ સુરતના કિમ ખાતે 158 નંબરની ફાટક પર ફરજ પર હતા. તે દરમિયાન 2 મહિલાઓ ફાટક બંધ હોવા છતાં ક્રોસ કરી રહી હતી. બન્ને મહિલાઓ વાતચીતમાં મગ્ન હતી.તે દરમિયાન સુરત થી અંકલેશ્વર તરફ ગુડ્સ ટ્રેન આવી રહી હતી. તે પણ તેમના ધ્યાનમાં ન હતું જે કોન્સ્ટેબલ રવિન્દ્ર કુમારે જોતા તેવો પોતાની જાનની પરવા કર્યા વગર દોડી જઈને બંને મહિલાને સાઈડ કર્યા હતા. તે દરમિયાન ગુડ્સ ટ્રેન ત્યાંથી પસાર થઇ જતા બંને મહિલાઓ પણ ત્યાં થી ચાલી નીકળી ગયા હતા. આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર આર.પી.એફના પી.આઈ. સંજીવ પાન્ડે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ રવિન્દ્રકુમાર 2 મહિલાને બચાવવાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો. જે મુખ્ય કચેરીમાં રજુ કરવામાં આવતા રવિન્દ્ર કુમારને ઉપરી અધિકારીઓ દ્વારા તેની પ્રસંશીય કામગીરી બાદલ 3000 હજાર રૂપિયાનો રોકડ રીવોડ તેમજ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.