અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નેત્રંગના કાકળકુઈ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

New Update
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નેત્રંગના કાકળકુઈ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નેત્રંગના કાકળકુઈ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં1000 થી વધુ ગ્રામજનો કેમ્પનો લાભ લીધો હતો જટિલ રોગ તેમજ ઓપરેશન જેમના કરવાના હશે તે અંકલેશ્વર ખાતે એઆઈએ દ્વારા નિઃશુલ્ક પણે કરવામાં આવશે.publive-imageઅંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ લાયન્સ ક્લબના ઉપક્રમે અંતરિયાળ આદિવાસી વિસ્તાર નેત્રંગ નજીક આવેલકાકળકુઈ ખાતે માધવ વિદ્યાલય માં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પુરવઠા અધિકારી ભાવેશ દવે, નેત્રંગ મામલતદાર તડવી, AIA પ્રમુખ મહેશ પટેલ, હિમ્મત શેલડીયા, પ્રોજેક્ટ ચેરમેન સુરેશ જોશી સહિત સહયોગી સંસ્થા ઓ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પનો જરૂરિયાત મંદ દર્દીઓ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ જે દર્દીઓ ને વધુ સારવાર કેઓપરેશનની જરૂરિયાત જણાશે તેમાટે પણ AIA દ્વારા તમામ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવશે. કેમ્પમાં બપોર સુધીમાં 1000 થી વધુ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

Latest Stories