/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-93.jpg)
અસત્ય પર સત્યના વિજય અને આશુરી શક્તિના નાશ રૂપે ઉજવાતા વિજયા દશમી નિમિતે અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ નિહારવા હજારો જનમેદની ઉમટી પડી હતી.
અંકલેશ્વર ઓ.એન.જી.સી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓ.એન.જી.સી રામલીલા સમિતિ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં રામલીલાનું અંતિમ ચરણ ભજવામાં આવ્યું હતું. જેમાં રામ દ્વારા રાવણના વધનું દ્રશ્ય ભજવાયું હતું અને અંતે રાવણના વધ સાથે ઓએનજીસી એસેટ મેનેજરના હસ્તે પ્રથમ મેધનાથ, ત્યારબાદ કુંભકર્ણ અને રાવણના 45 ફૂટઉચાં પુતરાનું દહન કરવામાં આવ્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ કાર્યક્રમમાં ઓએનજીસીના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા જયારે સમગ્ર કાર્યક્રમ નિહારવા માટે અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ની હજારો નીજનમેદની ઉમટી પડી હતી.