અંકલેશ્વર: કસાઇવાડ,મુલ્લાવાડ પાસે ગૌમાંસની હેરફેર કરનાર ૧ ઝડપાયો

New Update
અંકલેશ્વર: કસાઇવાડ,મુલ્લાવાડ પાસે ગૌમાંસની હેરફેર કરનાર ૧ ઝડપાયો

અંકલેશ્વર શહેર પોલીસે કસાઇવાડ,મુલ્લાવાડમાંથી ટેમ્પામાં ગૌમાસની હેરાફેરી કરતા અને ૭ જીવતી ગાયોને કતલના ઇરાદે બાંધી રાખનાર એક શખ્સને ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

publive-image

અંકલેશ્વર શહેર પોલીસ પાસેથી મળતી માહીતિ અનુસાર અંકલેશ્વરના કસાઇવાડ,મુલ્લાવાડ ખાતેથી તા.૧/૬/૧૯ના રોજ પસાર થતા ટેમ્પાને અટકાવી તેની તપાસ કરતા ટેમ્પા નં. GJ-16-Y-1414માંથી ગેરકાયદેસર રીતે આશરે ૨૨૦ કિલો જેટલો ગૌ માંસનો જથ્થો વેચાણ કરવા અથવા હેરફેર કરવા સારૂ રાખેલ ઝડપી પાડ્યો હતો.જેથી પોલીસે ટેમ્પાના માલિક મોહમદ અનવર ઇબ્રાહીમ કુરેશી(રહે. ૩૧૫,ગુજરાત હાઉસીંગ બોર્ડ,સુરતી ભાગોળ,અંકલેશ્વરની અટકાયત કરી વધુ તપાસ કરતા તેની પાસે કતલના ઇરાદે રખાયેલ ૭ જીવતી બાંધેલી મળી આવી હતી.અંકલેશ્વર શહેર પોલીસે આ આરોપી વિરૂધ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કમલો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Latest Stories