અંકલેશ્વર : ગણેશજીની પ્રતિમા લઈને આવતા મંડળના સભ્યોને લાગ્યો વીજ કરંટ, 2ના મોત :  6 દાઝી ગયા

New Update
અંકલેશ્વર : ગણેશજીની પ્રતિમા લઈને આવતા મંડળના સભ્યોને લાગ્યો વીજ કરંટ, 2ના મોત :  6 દાઝી ગયા

અંકલેશ્વર શહેરમાં ગણેશજીની પ્રતિમાને લઈને આવતા ગણેશ મંડળના સભ્યોને વીજ કરંટ લાગવાની ઘટનામાં 2 યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો 6થી વધુ લોકોને વીજ કરંટની અસરના કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેરના પીરામણ નાકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ GHB ગ્રુપના સભ્યો પોતાના મંડળના ગણેશજીની પ્રતિમા લઈને અંકલેશ્વર સીટી તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન આદર્શ માર્કેટ નજીક કાપોદ્રા સર્વિસ રોડ ઉપર ગણેશજીની પ્રતિમા હાઈ ટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવતા તેમાંથી વીજ કરંટ મૂર્તિ નીચે રહેલ લોખંડની ટ્રોલીમાં પ્રવેસ્યો હતો. જેના કારણે લોખંડની ટ્રોલીને ખેંચી રહેલ મંડળના સભ્યોને એકાએક વીજ કરંટ લાગ્યો હતો.

વીજ કરંટ લાગવાના બનાવમાં અંકલેશ્વરની જૂની મામલતદાર ઓફિસ નજીક કોર્ટ પાછળ રહેતા 22 વર્ષીય અમિત યોગેશભાઈ સોલંકી અને સુરતી ભાગોળ નજીક ભાલીયાવાડમાં રહેતા 19 વર્ષીય કૃણાલ તુલસીભાઈ ભાલીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનામાં 6થી લોકોને વીજ કરંટની અસર જણાઈ આવતા તેઓને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 લોકો પૈકી 1ની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો હતો.

Latest Stories