New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/07141749/maxresdefault-81.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં જીઆઇડીસી બસ ડેપો વિસ્તાર નજીકથી ચોરીના 3 મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ કિંમત રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના જીઆઇડીસી બસ ડેપો વિસ્તાર નજીક ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે એક ઈસમ ફરી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે મૂળ યુપીના અને હાલ પ્રતિન ચોકડી નજીક આવેલ હોંડા શો રૂમ પાછળ ઝૂપડપટ્ટીમાં રહેતા ચંદન પીપાશંકર જનાધન ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી પાસેથી પોલીસને ચોરીના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ કિંમત રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories