/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-172.jpg)
અંકલેશ્વર જીઆઈડીસીની લાયન્સ સ્કૂલનાં ગુજરાતી માધ્યમની 25 વર્ષની સફર પૂર્ણ થતા રજતજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
લાયન્સ સ્કૂલનાં રજતજ્યંતિ મહોત્સવમાં રંગારંગ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. જ્યારે આ અવસરની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કે પટેલ કેમો ફાર્માનાં મેનેજીંગ ડિરેક્ટર જીતેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગની ઉજવણીનાં ભાગરૂપે દાતાઓ તેમજ ભૂતપૂર્વ ચેરમેન તથા શાળાનાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે લાયન્સ ક્લબનાં પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ સહિત લાયન્સ ક્લબનાં સભ્યો અને ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.