અંકલેશ્વર જૈન સોશ્યલ ગ્રુપ મેઈનના પ્રમુખ તરીકે ચિરાંગ શાહની વરણી

New Update
અંકલેશ્વર જૈન સોશ્યલ ગ્રુપ મેઈનના પ્રમુખ તરીકે ચિરાંગ શાહની વરણી

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જૈન સોશ્યલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા આગામી વર્ષ 2018-19 માટે નવા હોદેદારો ની વરણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૈન સમાજના તમામ ફેડરેશનના અંકલેશ્વર ગ્રુપનું 25 મુ રજત જયંતિ વર્ષ છે. વિવિધ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવુતિ તેમજ બંધુત્વની ભાવના સાથે સેવાકીય પ્રવુતિ કરી રહી છે.

જૈન સોશ્યલ ગ્રુપ અંકલેશ્વર મેઈનના નવા પ્રમુખ તરીકે ચિરાગ શાહ, ઉપ પ્રમુખ તરીકે ચેતન ગાંધી, સેક્રેટરી તરીકે શક્તિસિંહ કર્ણાવત, જો.સો. હિરેન શાહ અને ખજાનચી હિતેશ શાહની વરણી કરવામાં આવી હતી જેમનું ઈન્સ્ટોલેશન ફેડરેશનના જનરલ સેક્રેટરી લલિતભાઈ શાહ તેમજ ગુજરાત રીજીયનના ચેરમેન ચિરાગ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના મહિલા પાંખ સંગીની ગ્રુપના પ્રમુખ તરીકે કિંજલ શાહ, ઉપ પ્રમુખ તરીકે ઉજવલા ગાંધી, સેક્રેટરી અર્ચના કર્ણાવત, જો.સે. કિંજલ શાહ, ખજાનચી તરીકે નીલમ શાહ ની પણ વરણી કરવામાં આવી હતી જેમને ગુજરાત રાજ્ય સંગીની ગ્રુપના કો. ઓડીનેટરે અનિતાબેન છાજેડ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

Latest Stories