અંકલેશ્વર : વટારીયાની રોટરી એન્જીનીયરીંગ કોલેજ ખાતે કેમકોન યોજાશે

New Update
અંકલેશ્વર : વટારીયાની રોટરી એન્જીનીયરીંગ કોલેજ ખાતે કેમકોન યોજાશે

અંકલેશ્વર તાલુકાના વટારીયામાં આવેલી શ્રોફ રોટરી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આગામી 17 અને 18 ઓકટોબરના રોજ 15મો એન્યુઅલ સેશન ઓફ સ્ટુડન્ટ - કેમ કોન 2019નું આયોજન કરવામાં આવ્યું છે.

કેમકોન -2019ની માહિતી આપવા માટે ગુરૂવારે કોલેજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોલેજના અધ્યક્ષ અશોક પંજવાણી, આચાર્ય સ્નેહલ લોખંડવાલા સહિત નરેન્દ્ર ભટ્ટ તથા અન્ય સભ્યો હાજર રહયાં હતાં. અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે, એસઆરઆઇસીટી કોલેજમાં આયોજીત કેમકોનમાં પ્રાદેશિક સરકારી કોલેજો તેમજ રાજયની કોલેજો અને યુનિવર્સિટીમાંથી અંદાજીત 590 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. કેમકોનમાં પદમવિભુષણ પ્રો.એમ.એમ. શર્મા, પ્રો. જે.બી.જોશી સહીતના ખ્યાતિ પ્રાપ્ત પ્રાધ્યાપકો હાજર રહેશે.

Latest Stories