New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/00-1.jpg)
અંકલેશ્વર વાલિયા ચોકડી થી પ્રતિન ચોકડી સુધી પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની ગાડી તેમજ ચોરીના મોબાઈલ સાથે ફરી રહ્યો હોય જેને પ્રતિન ચોકકડી પાસે અટકાવતા તેની પાસેથી ૮ નંગ મોબાઇલ વિવિધ કંપનીઓના તેમજ એક પલ્સર ગાડી નંબર પ્લેટ વગરની મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૯૮૦૦૦ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની સઘન પુછતાછ કરતા તેણે મોબાઇલ તેમજ ગાડીના કાગળો ન આપતા સાથે આ મોબાઇલ ચોરીના હોય જેની કબુલાત કરતા પોલીસે ઝડપી પાડી તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા છે. પોલીસે આરોપી રાશિદ સઈદ પઠાણ રહે મીઠી ખાડી લિંબાયત સુરતનાને ઝડપી પાડી અંકલેશ્વર શહેરમાં અન્ય જગ્યા ઉપર ચોરી કરી છે કે કેમ તેની વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજા અન્ય કોઇ ગુનામાં આરોપી છે કે કેમ એની પણ તપાસ કરી રહ્યા છે.
Latest Stories