અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે યુથ લીડર શીપ ટ્રેનિંગનો પ્રારંભ કરાયો

New Update
અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે યુથ લીડર શીપ ટ્રેનિંગનો પ્રારંભ કરાયો

અંકલેશ્વર શહેરની શ્રવણ વિદ્યાભવન ખાતે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યુથ લીડર શીપ ટ્રેનિંગ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ,તેમજ ભરૂચ જિલ્લા યુવક મંડળ અને શ્રવણ વિદ્યાભવનનાં સંયુક્ત ઉપક્રમે યુવક યુવતીઓ માટે યુથ લીડર ટ્રેનિંગ અને કોમ્યુનિટી ડેવલોપમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર પાલિકાનાં કારોબારી ચેરમેન સંદિપ પટેલ,શાળાનાં પ્રમુખ કિશોર સુરતી,પૂર્વ સીઆરસી કોર્ડીનેટર ભદ્રેશ પટેલ, શાળાનાં આચાર્ય દિપીકા મોદી, યુવક મંડળનાં પ્રમુખ કિરણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન યુવાઓ માટે વિવિધ ટ્રેનર્સ દ્વારા સરકારી યોજના, અને સ્વચ્છ ભારત, ટાઈપિંગ સ્પર્ધા, રેલી, લોકજાગૃતતા સહિતની પ્રવૃત્તિઓ માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

Latest Stories