અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ

New Update
અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વરનાં બોરભાઠા ગામ ખાતેની તક્ષશિલા વિદ્યાલયમાં નાતાલ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.

પ્રાથમિક તથા પૂર્વ પ્રાથમિક વિભાગનાં શિક્ષકો તથા બાળકો દ્વારા નાતાલનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બાળકોએ નાતાલ પર્વનાં ગીતો દ્વારા પ્રભુ ઇસુને યાદ કર્યા હતા. આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક તેમજ શાળાના વહિવટદાર રસિલાબેન કુંભાણી, શિક્ષક મિત્રો તથા વાલીમિત્રો મોટી સંખ્યામાં હાજર રહી નાના ભૂલકાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories