/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/sddefault-15.jpg)
જ્યારે સુયોગ ડાય કેમી સાયન્સ પાર્કનાં નિર્માણ કાર્ય માટે ખાતમુહર્ત વિધિ યોજાઈ
અંકલેશ્વર જીઆઇડીસી સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સુભશ્રી પિગમેન્ટસ ડિજિટલ પ્લેનેટોરિયમનાં ઉદ્દઘાટન સાથે સુયોગ ડાય કેમી સાયન્સ પાર્કની ખાતમુહર્ત વિધિ યોજાઈ હતી.
અંકલેશ્વર જીઆઈડીસી શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોના શૈક્ષણિક કાર્યની સાથે ખગોળ વિજ્ઞાન અંગેની પાયાની સમજણ અને તે અંગેનું જ્ઞાન મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે સુભશ્રી પિગમેન્ટસ પ્લેનેટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
તારીખ 27મી બુધવારનાં રોજ મુંબઈ નહેરુ પ્લેનેટોરિયમનાં ડાયરેક્ટર અરવિંદ પરાનજયપેનાં હસ્તે પ્લેનેટોરિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.
જ્યારે શાળાનાં સંકુલ ખાતે સુયોગ ડાય કેમી સાયન્સ પાર્ક નિર્માણ માટે ખાતમુહર્ત વિધિ પણ કરવામાં આવી હતી. આ સાયન્સ પાર્કમાં એસ્ટ્રોનોમીસ્ટ, ગણિત, ફિઝિક્સ, એનર્જી કન્ઝર્વેશન વિભાગ તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે નવદીપ કેમિકલનાં ડાયરેક્ટર અને ખગોળ વૈજ્ઞાનિક દિપક ભીમાણી, જાણીતા ખગોળશાસ્ત્રી ડો. જે.જે.રાવલ, સુભશ્રી પિગમેન્ટસનાં કે.શ્રી વત્સન, શાળા ટ્રસ્ટના ચેરમેન એન.કે.નાવડીયા, સેક્રેટરી હિતેન આણંદપુરા, સુયોગ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનાં ડાયરેક્ટર ચંદ્રેશ દેવાણી, શાળાનાં નિયામક સુધાબેન વડગામા, આચાર્ય જયશ્રીબેન શેઠ, સહિતનાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાનાં સૌ પ્રથમ ડિજિટલ પ્લેનેટોરિયમ બાળકોનાં શૈક્ષણિક અને જીવન ઘટતર માટેનું ઉત્તમ માધ્યમ બની રહેશે તેવો આશાવાદ શાળાનાં ટ્રસ્ટીએ વ્યક્ત કર્યો હતો.