અંકલેશ્વરમાં જનની ચિંતન સભાને સંબોધિત કરશે સીએમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી

New Update
અંકલેશ્વરમાં જનની ચિંતન સભાને સંબોધિત કરશે સીએમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી

અંકલેશ્વર જીઆઇડીસીમાં બહેનો દ્વારા સંચાલિત જનની ચિંતન સભામાં તારીખ 31મી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહેશે, અને મહિલાઓને સંબોધિત કરશે.

દર મહિનાની અંતિમ તારીખે અંકલેશ્વર જીઆઇડીસી ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનની ચિંતન સભા મળે છે. આ કાર્યક્રમમાં સાહિત્ય કારો, તબીબો, સેવાભાવી બહેનો, જુદા જુદા વ્યવસાય તેમજ કાર્યો સાથે સંકળાયેલ બહેનો દ્વારા મહિલાઓને પ્રેરણા રૂપ વિષય પર પોતાનું વક્તવ્ય આપવામાં આવે છે.

જનની ચિંતન સભાની તારીખ 31મી માર્ચના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે બપોરના 3:30 કલાકે સભા મળશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી વિશેષ ઉપસ્થિત રહીને બહેનોને સંબોધિત કરશે.

Latest Stories