અંકલેશ્વરમાં બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્ય સાથે બાઈકર્સ ની રેલી યોજાઈ

New Update
અંકલેશ્વરમાં બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્ય સાથે બાઈકર્સ ની રેલી યોજાઈ

અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ધ ઇન્ડિયન્સ ગ્રુપ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્ય સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ગુજરાતભરમાંથી બાઈક રાઇડર્સો એ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સુરતની મહિલા બાઈકર્સ ગ્રુપ, વડોદરાની મહિલા બુલેટ વિંગ પણ આ રેલીમાં જોડાઈ હતી.

અંકલેશ્વર ખાતે કાર્યરત ધ ઇન્ડિયન્સ ગ્રુપ દ્વારા ભારત સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલ "બેટી બચાવો બેટી પઢાવો"ની લોકજાગૃતિ માટે અનોખી બાઇક રેલી નું આયોજન આગામી 22 મી રવિવારના રોજ કરવામાં આવ્યુ હતુ.

આ બાઈક રેલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થી શરુ થઈ ને સરદાર પાર્ક , જલધારા ચોકડી, વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી, મહાવીર ટર્નીંગ, જીનવાલા સ્કૂલ થી પીરામણ ગામ થઇ વાલિયા ચોકડી થી જી.આઈ.ડી.સી સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પૂર્ણ થઈ હતી

Latest Stories